About VVPVAS
શ્રી વેલજી વશરામ પટેલ પરિવારના મુખ્ય દાન સાથે ૧૯૪૫ થી શરૂ થયેલી શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ મા રહી હજારો વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરીને પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું નામ ધરાવે છે. દરેક રાજ્ય અને દેશોમાં વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના વિદ્યાર્થીઓ રહે છે. દરેક વિદ્યાર્થીઓનું વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ માંથી જે સંસ્કારો અને શિક્ષણ મળ્યું છે એ અદ્વિતીય છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાના બેચ મુજબ મળતા અને આવા ગેટ ટુ ગેધર ના આયોજનો કરતા જેમકે ૧૯૯૬ ની આસપાસ ના વિદ્યાર્થીઓ ઘણી વાર રાજકોટ મુકામે મળતા રહ્યા, આવી રીતે ૨૦૧૭ માં ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ , રાજકોટ માં ૨૦૦૬ ની બેચ ના અમુક વિદ્યાર્થીઓ એ રાજકોટ રહેતા દરેક વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ ના વિદ્યાર્થીઓ ને સોશ્યિલ મીડિયા દ્વારા એક આમંત્રણ અપાયું. આ આમંત્રણ માં ૨૮ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, અને આ પ્રથમ મિટિંગ માં બધાને એવો વિચાર આવ્યો કે આપણે ફરી એકવાર વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ ના પરિસર માં જઈએ અને બધીજ બેચ ના પાસ આઉટ વિદ્યાર્થીઓને ભેગા કરીયે, આ વિચારો સાથે ૨-૩ મહિના માં ઘણી મિટિંગો યોજાઈ અને તેમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ધોરાજી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ભેગા મળી આપણી સંસ્થા સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીશ્રી ઓનું, શિક્ષકો નું અને ગૃહપતિશ્રી ઓનું સન્માન કરવાનું નક્કી થયું. VVPVAS દ્વારા ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ધોરાજી મુકામે, શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના પરિસર મા પ્રથમ ગેટ ટુ ગેધર સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેના થકી ૧૯૪૫ થી લઈ ૨૦૧૮ સુધી ના તમામ વિદ્યાર્થીઓ ને એક તાંતણે બાંધી દીધા, વર્ષો પહેલ ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ અને ભણાવી ચૂકેલા શિક્ષકો, ગૃહપતિશ્રીઓ, અને ટ્રસ્ટ્રી ગણ ને ફરીવાર જૂની યાદો સાથે એક બીજાની નજીક લાવી દીધા. આ યોજાયેલા પ્રથમ ગેટ ટુ ગેધરે દરેક લોકો ની અંદર એક અનેરો ઉત્સાહ અને આશ્રમ ની અંદર રહ્યા ના સન્માન ની લાગણી પ્રગટાવી આપી. આવા સુંદર આયોજન માં દરેક લોકો એ નક્કી કર્યું કે દર વર્ષે આવાજ રીયુનિયન નું નિશ્ચિતપણે આયોજન થાય અને એ પણ નક્કી કરેલા દિવસેજ - જાન્યુઆરી મહિનાના ના પ્રથમ રવિવારે. આમ VVPVAS એ દરેક લોકો ને એક બીજા સાથે દર વર્ષે મળતા કરી દીધા. VVPVAS એ " એક બીજાને મળતા રહીએ " ના મંત્ર સાથે આ સંગઠન કાર્ય કરીરહ્યું છે, અને ભવિષ્યમાં પણ આવાજ સુંદર કાર્યક્રમ કરતા રહેશે. આ સાથે સર્વેને VVPVAS ના જય ઉમિયાજી.